બગસરામાં વિવેકાનંદ ગૃપ દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે નાસિક ઢોલના તાલે મહાઆરતી યોજાઈ હતી. આ તકે રાજકીય, સામાજિક આગેવાનોની સાથે આસપાસના રહીશોએ બહોળી સંખ્યામાં હાજરી આપી દુંદાળા દેવની આરતી ઉતારી હતી.