બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામે રૂ. ૨.૦૫ કરોડથી વધુના લોકહિતના વિકાસકામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડેરી પીપરીયાથી નવા પીપરીયા તથા નવા પીપરીયાથી માવજીંજવા સુધીના આર.સી.સી. એપ્રોચ રોડનું અંદાજીત રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે તેમજ રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રતિનિધી પ્રદીપભાઈ ભાખર, બગસરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશભાઈ ગોધાણી, તાલુકા પ્રમુખ વિપુલભાઈ ભેંસાણીયા, ડેરી પીપરીયાના સરપંચ નિહારભાઈ માલવીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો અને યુવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.