વડિયા તાલુકાના તોરી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર (પુરુષો)નો ૬૨મા વાર્ષિક પાટોત્સવની પૂર્ણાહુતિ થઇ હતી. આ અવસરે શ્રી હરિ ચારિત્ર્ય કથાની પૂર્ણાહુતિ સમયે જુનાગઢ ગુરુકુળના પૂ. પુરાણી સ્વામી જ્ઞાનસ્વરૂપ સ્વામીએ તોરી ગામે બનાવેલ આ મંદિરની માહિતી આપી હતી. પ. પૂ. શાસ્ત્રીજી મહારાજે જુના ભક્તજનોને યાદ કર્યા હતા. આ કથાને સફળ બનાવવા ગોબરભાઇ હીરપરા, અતુલભાઇ હીરપરા, ધીરુભાઇ, મનસુખભાઇ ખૂંટ, ગોગનભાઇ વેકરિયાએ જહેમત ઉઠાવી હતી.