રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓ વગરની શાળાઓ સામે આવી છે. વિદ્યાર્થીઓ વગરની શાળાઓ સામે આવતા ડીઈઓ દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા છે. શાળામાં બાળકો ના હોવા છતાં માત્ર કાગળ પર શાળા ચાલતી હતી. માત્ર કાગળ પર ચાલતી શાળાઓ સામે ડીઈઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાગળ પર ચાલતી ૮ જેટલી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. ગોંડલ, ધોરાજી અને જસદણ તાલુકાની શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીઈઓએ શાળા સંચાલકોને હિયરિંગ માટે રૂબરૂ બોલાવ્યા હતા. તમામ શાળા મંજૂરી રદ્દ કરવા શિક્ષણ વિભાગમાં ભલામણ કરાઈ છે. રાજકોટ શહેરની શાળાઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કઈ કઈ શાળા બંધ થશે તેમાં રોટરી મિડટાઉન મેટોડા,વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડલ,સરસ્વતી વિધાલય મોટી મારડ (ધોરાજી.),શ્રેયસ સંસ્કાર મંદિર જસદણ,અવધ વિધાલય વસાવડ,રાધે ક્રિષ્ના પ્રાથમિક શાળા સાવડ વસાવડ,નવ વિધાન પ્રાથમિક શાળા વસાવડા,શિવશક્તિ વિધા મંદિર શિવરાજપુર
શાળાઓ બંધ કરવા મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું હતું કે, રાજકોટ જિલ્લાની વિદ્યાર્થી વિહોણી શાળાઓ બંધ કરવામાં આવી હતી. ગોંડલ, ધોરાજી, જસદણ અને શિવરાજ પર સહિતની શાળાઓની માન્યતા રદ્દ કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ સબમિટ કરાવ્યો છે. શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા જ થતી ન હતી. માત્ર આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. શાળાઓને બંધ કરવામાં આવી અને કેટલાક છાત્રોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા હતા.










































