અમરેલીમાં એક યુવકે જ્ઞાતિ વિષયક વીડિયો બનાવીને અભદ્ર શબ્દો બોલ્યો હતો. તેણે જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ અંગે રમેશચંદ્ર દામોદર શ્રીમાળી (ઉ.વ.૬૩)એ વસંતભાઈ ડાયાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો બનાવીને ગુરુબ્રાહ્મણ જ્ઞાતિ વિશે અભદ્ર શબ્દ બોલી અપમાનિત કરીને ઉતારી પાડ્યા હતા. તેમજ સમાજની બદનક્ષી કરીને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.









































