અમરેલી જિલ્લામાં પોલીસે ૪ સ્થળેથી કુલ ૨૬ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં વાવડા ગામેથી ૮ લીટર, ત્રંબોડા ગામેથી ૫ લીટર, સાવરકુંડલામાંથી ૩ લીટર તથા નારાયણનગરમાંથી ૧૦ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ ઉપરાંત, વડીયા અને રાજુલામાંથી એક-એક મળી બે ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.









































