ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ તાલુકાના ખેડૂતો માટે એક પ્રશંસનીય અને કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ મગફળીના બિયારણ માટે ઓનલાઇન અરજી કરી હતી, તેમાંથી ડિજિટલ ડ્રો પધ્ધતિ દ્વારા ૩૦૦ ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રત્યેક લાભાર્થી ખેડૂતને પાંચ મણ મગફળીનું બિયારણ તદ્દન મફત આપવામાં આવશે, જેની અંદાજિત કિંમત ખેડૂત દીઠ ૧૫,૦૦૦ રૂપિયા થાય છે.આ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનો શુભારંભ આજરોજ ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ, ટીંબી જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ બાંભણિયા, તાલુકા પંચાયત પ્રમુખ ધનસુખભાઈ ડાભી, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ત્રિવેદી તેમજ તાલુકા ખેતીવાડી અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના અન્ય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.








































