દામનગર શહેરમાં જાહેર સ્થળે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ દામનગર ટાઉનના ભવાની ચોક વિસ્તારમાં બટુકભાઈ પુનાભાઈ ડાભીના મકાન પાસે બટુકભાઈ પુનાભાઈ ડાભી (ઉં.વ.૫૮), મનહરભાઈ પ્રેમજીભાઈ ગોહિલ (ઉં.વ.૪૦) અને રાજેશભાઈ સુભાષભાઈ ગોસ્વામી (ઉં.વ.૪૨), ત્રણેય રહેવાસી દામનગર, જાહેર જગ્યામાં પૈસા અને ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. બાતમીના આધારે દામનગર પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી રોકડા રૂ. ૧૨,૮૩૦ તથા ૫૨ ગંજીપત્તાના પાનાં મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.








































