રવિવારના રોજ રાત્રે ૦૯ઃ૩૦ વાગ્યે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ કામના ફરિયાદીની કિયા સોનેટ કાર, જેનો રજીસ્ટ્રેશન નંબર ય્ત્ન-૦૩-ઁસ્-૫૯૫૧ છે, તેની સાથે આરોપી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ફરિયાદી ચાલક વિજયભાઇ બાબુભાઇ સિહોરા (ઉંમર વર્ષ ૩૪, ધંધોઃ ડ્રાઇવિંગ, રહેવાસીઃ ભરવાડા શેરી (સીતલા), કાલાવડવાળા સાથે પોતાના કબજા હેઠળનું વાહન, જેનો રજીસ્ટ્રેશન નંબર ય્ત્ન-૧૪-ઢ-૭૮૦૯ છે, તેને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેણે ફરિયાદીની ગાડીના આગળના ભાગે ભટકાવીને હેડલાઇટ, બંપર તથા પંખો તોડી નાખી આશરે ત્રીસેક હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું અને ત્યારબાદ પોતે વાહન સહિત ઘટનાસ્થળેથી નાસી છુટતા અમરેલી સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.