જાફરાબાદના શિયાળબેટ ગામે જેટી પર બોટમાં પેસેન્જર ભરવા મુદ્દે માથાકૂટ થઈ હતી. આ અંગે ધનજીભાઈ ઢીસાભાઈ શિયાળએ બીજલભાઈ રવજીભાઈ બારૈયા, રમેશભાઈ ગીગાભાઈ બારૈયા, ધીરુભાઈ ગીગાભાઈ શિયાળ, ધર્મેશભાઈ સાર્દુળભાઈ શિયાળ તથા રામભાઈ નથુભાઈ શિયાળના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમને થોડા દિવસ પહેલાં બોટમાં પેસેન્જર ભરવા બાબતે પીપાવાવ પોર્ટની જેટી પર બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખીને શિયાળબેટની જેટી પર તેમને જમીન પર પછાડી દઈ જમણા ખભે ઈજા પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત તેમની બોટનું દોરડું જેટી તરફ ખેંચીને બાંધવાનો પ્રયત્ન કરાયો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. બી. ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































