ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. નવા મંત્રીઓની શપથવિધિ માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણના પગલે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વિસ્તરણને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ખાસ કરીને મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓ અંગે પ્રશ્નો કર્યા છે.

અમિત ચાવડાએ સરકાર પાસે સ્પષ્ટતા માગતા કહ્યું કે, જેમનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ ન કરાયો તેનું ચોક્કસ કારણ સરકાર જણાવે. અગાઉના મંત્રીઓના રાજીનામા કેમ લેવાયા તેનું પણ સરકાર કારણ આપે. ચાવડાએ બચુ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારનાં દાખલા લોકો સામે હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે આ વિસ્તરણને લઈને સરકારની નીતિ અને પડતા મુકાયેલા મંત્રીઓના પરફોર્મન્સ પર સવાલો ઉઠાવી, સરકાર પર પ્રહાર કર્યા છે.ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના  નિવાસ સ્થાને મળેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ ૧૬ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.

ગુજરાતના મંત્રીઓએ આપેલા રાજીનામ રાજ્યપાલને સોંપવામાં આવશે.  તમામના રાજીનામ તૈયાર હતા. મંત્રીઓએ રાજીનામામાં સહી કરી હતી. અન્ય કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. મંત્રીમંડળના તમામ સભ્યો છે. પક્ષના કહેવાથી તમામે રાજીનામા આપ્યા છે. સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું.તેમણે ઓફિસ ખાલી કરી છે અને પોતાની કાર પણ પરત કરી છે મંત્રીમંડળના પદનામિત સભ્યોની સોગંદવિધિના કાર્યક્રમની નિમંત્રણ પત્રિકા પણ છપાઈ ગઈ છે. આ કાર્યક્રમ ૧૭ આૅક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે યોજાશે. સામાન્ય વહીવટ વિભાગે આ નિમંત્રણ પત્રિકા તૈયાર કરી છે, જેમાં નિમંત્રિતોને કાર્યક્રમ શરૂ થવાના ૩૦ મિનિટ પહેલા બેઠક ગ્રહણ કરી લેવા જણાવાયું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પદનામિત મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક મળશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પદનામિત મંત્રીઓને સંબોધન કરશે. બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને પદનામિત મંત્રીઓ અને રાજીનામાં આપનાર મંત્રીઓનો ભોજન સમારંભ યોજાશે. રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરી નવા મંત્રીમંડળનું લીસ્ટ સોંપશે.