ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ભારે વરસાદ બાદ બે દિવસથી વરસાદમાં થોડી રાહત જાવા મળી રહી છે. જાકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. ૧૪થી ૧૬ સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ૧૪ સપ્ટેમ્બર સુધી, રાજ્યમાં ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ જાવા મળી શકે છે.હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જાવા મળી શકે છે.૧૪ સપ્ટેમ્બરઃ શનિવારે તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.૧૫ સપ્ટેમ્બરને રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૧૬ સપ્ટેમ્બરને સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.








































