ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧૮ જૂને મતદાન યોજાશે, જેના પરિણામે રાજ્યસભાના નવા સભ્યોની પસંદગી થશે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો ૮ જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ત્યારબાદ ૯ જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે ૧૧ જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. જા જરૂરી બનશે તો ૧૮ જૂને મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જાતા રાજ્યસભાની ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભામાં બહુમતીના આધારે ભાજપ તમામ બેઠકો સરળતાથી જીતવામાં સફળ થઈ શકે છે.
આ તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે. વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં જે છેલ્લું પ્રતિનિધિત્વ બચ્યું છે તે પણ સમાપ્ત થવાની શક્્યતા ઊભી થઈ છે. જા અનુમાન મુજબ પરિણામ આવે તો ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ સભ્ય નહીં રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકીય દ્રષ્ટિએ આ પરિસ્થિતિ રાજ્યના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જાવામાં આવી રહી છે. રાજ્યસભા જેવી મહત્વની સંસદીય સંસ્થામાં કોઈપણ પક્ષનું પ્રતિનિધિત્વ ન રહેવું એ તેના માટે રાજકીય પડકાર સમાન ગણાય છે. કોંગ્રેસ માટે આ પરિણામ આગામી ચૂંટણીની રણનીતિ પર પણ અસર કરી શકે છે.