“તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કોડીનાર પોલીસે વિવિધ સ્થળોએથી ગુમ થયેલા કે ખોવાયેલા રૂ. ૭.૯૨ લાખની કિંમતના ૨૮ મોબાઈલ ફોન શોધી કાઢી તેના અસલી માલિકોને પરત સોંપ્યા હતા. શોધી કાઢવામાં આવેલા ૨૮ મોબાઈલોમાં Samsung S23 Ultra (રૂ. ૧.૨૪ લાખ), iPhone ૧૫ અને S22 Ultra જેવા મોંઘા મોડલ્સનો પણ સમાવેશ થાય છે. ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના હસ્તે તમામ મોબાઈલ અરજદારોને પરત આપવામાં આવ્યા હતા.









































