સાવરકુંડલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૬માં માધ્યમિક શાળા આંબરડીના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતગમત પ્રતિભા દર્શાવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. વોલીબોલ સ્પર્ધામાં શાળાની ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યુ હતું. જ્યારે અમાનત રાઠોડે ૮૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને જયદેવ અજાણાએ ચક્રફેંકમાં દ્વિતીય સ્થાન મેળવ્યુ હતું. ખેલાડીઓને અંગ્રેજી વિષયના શિક્ષક પ્રકાશભાઈ માધડે માર્ગદર્શન આપ્યુ હતુ.આ સિદ્ધિ બદલ આચાર્ય એમ.ડી. માલવિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણીએ ખેલાડીઓ અને શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.