કોડીનાર તાલુકાના ઘાટવડ ગામ નજીક આજે સવારે એક અત્યંત કરુણ અને હૃદયને હચમચાવી નાખનારી દુર્ઘટના બની છે. ઘાટવડના દાનસિંગભાઈ ઝાલા, તેમનો પુત્ર લાલાભાઈ અને અન્ય એક યુવાન રવિભાઈ ચુડાસમા જ્યારે બાઈક લઈને વહેલી સવારે વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે જામવાળા રોડ પર અચાનક ૧૧ દ્ભફનો જીવંત વીજ વાયર તેમના પર તૂટી પડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં પિતાની નજર સામે જ જુવાનજોધ પુત્ર અને તેના મિત્રને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ત્રણેયને કોડીનારની હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબે બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ગ્રામજનોમાં ઁય્ફઝ્રન્ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વારંવારની રજૂઆતો છતાં જર્જરિત વીજ લાઈનોનું સમારકામ ન કરવામાં આવતા આજે બે નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ છે. તંત્રની આ ઘોર બેદરકારીએ હસતા-રમતા પરિવારોમાં માતમ પ્રસરાવી દીધો છે.










































