અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ સૌથી મોટી અને કાળજું કંપાવી દે એવી ગોઝારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ગોઝારી ઘટનાને એક વર્ષનો સમય વીતી ગયો છે. ત્યારે આ ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક-ઓફ થયાની માત્ર ૩૨ સેકન્ડમાં જ એરપોર્ટ નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારમાં બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ અને જમીન પર રહેલા ૧૯ લોકો સહિત કુલ ૨૬૦ લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા પણ સામેલ હતા. આ ગોઝારી ઘટનાનો વીડિયો ઉતારનાર આર્યનને હજી પ્લેનથી ડર લાગે છે.
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઇ-૧૭૧ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ કરૂણાંતિકાનો એક વીડિયો જે પ્લેન ક્રેશ થયાની થોડી જ મિનિટોમાં આવ્યો હતો તે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયો અરવલ્લીના આર્યન અંસારી નામના યુવકે ઉતાર્યો હતો. એક વર્ષ બાદ પણ આ યુવાનને પ્લેનથી ઘણી જ બીક લાગે છે. જીવનમાં પહેલીવાર તેણે પ્લેન જાયું હતું અને વીડિયો બનાવ્યો હતો. આ અંગે આર્યને ન્યૂઝ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, “મેં પહેલીવાર જ વિમાન જાયું હતું એટલે દોસ્તને બતાવવા માટે હું તે દિવસે વીડિયો ઉતારતો હતો. તે દુર્ઘટના પછી મેં ક્યારેય પ્લેનનો વીડિયો ઉતાર્યો નથી. હવે મને બીક લાગે છે એટલે પ્લેન જાઉં છું તો પણ વીડિયો ઉતારતો નથી. આ સાથે તે જણાવે છે કે, હું એટલો ડરી ગયો છું કે, હું ક્્યારેય પ્લેનમાં પણ નહીં બેસી શકું. આ સાથે તે જણાવે છે કે, આજે પણ હું આ દુર્ઘટનાને યાદ કરીને દુખી થઈ જાઉં છું. આવી દુર્ઘટના ફરી ન બને તે અંગેની હું પ્રાર્થના કરું છું.” આર્યન અંસારી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના ખાનપુર ગામ અને અમદાવાદના મેઘાણીનગરનો રહેવાસી છે.
એક વર્ષ પહેલા પણ આર્યન સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, “હું ગામડે રહું છું. મારા ગામ પાસેથી વિમાન ઉડતું નથી એટલે ક્્યારેય જાયું નહોતું. હું પહેલીવાર અમદાવાદ આવ્યો હતો અને પાસેથી વિમાન જતું હતું એટલે મને લાગ્યું કે વીડિયો ઉતારી લઉં અને મિત્રોને બતાવીશ. પ્લેન જઈ રહ્યું હતું તો મને લાગ્યું કે ત્યાં એરપોર્ટ છે, તો પ્લેન લેંડિંગ કરી રહ્યું છે. તે ત્યાં જઈને બ્લાસ્ટ થઈ ગયું. મેં વિચાર્યું પણ નહોતું. હું ડરી ગયો હતો. પછી મેં મારી બહેનને બતાવ્યું કે આ શું થયું છે.”










































