અમરેલીમાં એક યુવકના માથામાં ચાનો કિટલો મારતાં ૯ ટાંકા આવ્યા હતા. તેમજ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરા (ઉ.વ.૩૬)એ સંદીપકુમાર ઉર્ફે સેન્ડી બાવચંદભાઈ ધાનાણી (ઉ.વ.૪૩) સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ તેઓ રાજ ચામુંડા પાન ખાતે માવો ખાવા માટે ગયા ત્યારે આરોપી ત્યાં હાજર હતો. આરોપીએ તેમને કોઈપણ કારણ વિના ત્યાંથી જતા રહેવાનું કહી જાનથી મારી નાખવાના ઈરાદે ચાના કાઉન્ટર પરથી કિટલો લઈ માથાના ભાગે ચાર-પાંચ જેટલા ઘા માર્યા હતા. જેનાથી માથામાં અલગ-અલગ જગ્યાએ ૯ ટાંકા આવ્યા હતા તેમજ હેમરેજ જેવી મરણતોલ ઈજા થઈ હતી. આરોપીએ તેમને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.બી. ભટ્ટ વધુ તપાસ કરી રહ્યા છે.