અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ M.Com. મહિલા કાલેજે શૈક્ષણિક ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના M.Com. (GM) સેમેસ્ટર-૧ ની યુનિવર્સિટી પરીક્ષામાં કાલેજે ૧૦૦% પરિણામ અને ૧૦૦% ડિસ્ટિંક્શન મેળવીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.વિદ્યાર્થીનીઓની અથાગ મહેનત અને સંસ્થાના માર્ગદર્શનથી આ ઝળહળતી સફળતા મળી છે. જેમાં ચૌહાણ ઈશા વી. ૮૬.૮૦% સાથે પ્રથમ, પટાટ લક્ષ્મી જે. ૮૫.૪૦% સાથે દ્વિતીય અને ભુવા નીધી વી. ૮૩.૪૦% મેળવીને કાલેજમાં તૃતીય સ્થાને રહી છે. આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના સ્ટાફ અને ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીનીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી છે.