અમરેલીમાં આવતીકાલે રવિવારના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ડિગ્નીટી જસ્ટીસ હ્યુમન રાઈટસ ફાઉન્ડેશ અમરેલી દ્વારા યોજાનારા આ કાર્યક્રમનું મુખ્ય હેતુ સમાજ અને પરિવારના ઘડતરમાંસ્ત્રીઓના અતુલ્ય યોગદાનને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજયના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે અમરેલીના પ્રિન્સીપાલ ડ્રીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ કુ.રિઝવાના બુખારી સાહેબ ખાસ ઉપસ્થિતી રહેશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ખાસ હાજર રહેશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વકતા તરીકે જાણીતા મોટી વેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરીયા હાજર રહેશે. આ કાર્યક્રમ તા.૦૮ ને રવિવારના રોજ બપોરે રઃ૪પ કલાકે શાંતાબા ઓડીટેરીયમ હોલ સીવીલ હોસ્પિટલ અમરેલી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહેવા સંસ્થાના પ્રમુખ સુરેશ દેસાઈ, ઉપપ્રમુખ રશ્મીન ત્રિવેદી અને ગુજરાતના જાઈન્ટ સેક્રેટરી પંકજ મહેતાએ નિમંત્રણ પાઠવ્યુ છે.