અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમારની સૂચના અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.એ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી. એમ. કોલાદરાની ટીમને બાતમી મળતા, ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુના પોકસો એકટ કલમ ૧૮માં છેલ્લા પાંચ માસથી ફરાર આરોપી વિપુલ ઉર્ફે છોટીયો સોમાભાઇ જાદવ, ઉ.વ. ૨૩, રહે. ભાડા, તા. જાફરાબાદ, જિ. અમરેલીને પકડી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ઉના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.










































