બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સેવા સપ્તાહ અંતર્ગત ૦૭ જુલાઈ ૨૦૨૬ના રોજ અમરેલી જિલ્લા બજરંગ દળની ટીમ દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા અને વિભાગ સંયોજક ગીગુભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ નાગનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાગરિકોને વિનામૂલ્યે વિવિધ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, નગર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, પૂર્વ બજરંગ દળ જિલ્લા સંયોજક વિદુરભાઈ ડાબસરા તેમજ સંદીપભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.