અમરેલીથી નાસિક જતી એસ.ટી. બસમાં ધંધુકાથી ભરવાડ સમાજની દિકરી વણી જવા માટે નિકળી હતી ત્યારે વિધર્મી કંડકટર હુસૈન નકવી દ્વારા દિકરીની છેડતી કરવામાં આવ્યા બાદ દિકરીએ વિરોધ કરતા કંડક્ટર બસ છોડીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યુ છે. બસને નાસિક જવા માટે કરજણ ડેપો દ્વારા કંડકટર ફાળવવામાં આવ્યો હોવાથી બસ નાસિકથી પરત અમરેલી આવી ગઈ છે. બસમાં જ દિકરી સાથે છેડતી થવાની ઘટના બનતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. અને કંડકટરને નોકરીમાંથી કાયમી ધોરણે મુક્ત કરવાની માંગ ઉઠી રહી છે. મુસાફરોની સુરક્ષા માટે જાણીતી એસ.ટી. નિગમમાં આવી ઘટનાઓ દીકરીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. આ બાબતે વિભાગીય નિયામક ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, દિકરીની છેડતીની ફરિયાદ આવતા જ તાત્કાલિક અસરથી કંડકટર નકવીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એસ.ટી.બસમાં જ દિકરીઓ સલામત ન રહેતા લોકોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે.