સાવરકુંડલામાં વિનુભાઇ ગોવિંદભાઇ બુહાની વાડીના શેઢા પાસે ઝટકા મશીનનો તાર ગળાના ભાગે વીંટળાઇ જતાં મહિલાનું મોત થયું હતું. આ અંગે મહેશભાઇ નાનજીભાઇ જીજંવાડીયાએ જાહેર કર્યા મુજબ, હર્ષાબેન નાનજીભાઇ જીજંવાડીયા (ઉ.વ.૪૦) જન્મથી માનસિક બીમાર હતા અને કુદરતી હાજતે ગયેલ તે દરમ્યાન વિનુભાઇ ગોવિંદભાઇ બુહાની વાડીના શેઢા પાસે ઝટકા મશીનના તાર ગળાના ભાગે વીટળાઇ જતા ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જયસુખભાઇ લખમણભાઇ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.