અમરેલીના નાના માંડવડા, મેડી,સરંભડા વિસ્તારમાં આવેલી શેત્રુંજી નદીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક રેડ કરવામાં આવી હતી. દરમિયાન નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી-માટીનું ખનન કરતા લોડર, ડમ્પર અને ટ્રેક્ટર ઝડપાયા હતા. કાર્યવાહી દરમિયાન કેટલાક ઇસમોએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, કાર્યવાહી દરમિયાન લોડર અને ટ્રેક્ટર ચાલક સહિતના કેટલાક ઇસમો વાહનો સાથે ફરાર થઈ ગયા હતા. ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સીઝ કરવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લોડર, ડમ્પર સહિતના મુદ્દામાલની અંદાજિત કિંમત ૩૦થી ૩૫ લાખ રૂપિયા છે. જે કર્મચારી સાથે બોલાચાલી કરવામાં તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વાહન લઈ ફરાર ચાલકો, વાહન માલિકો અને અજાણ્યા ઇસમો સામે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.










































