આઠ વર્ષ પહેલાં તારીખ ૨૨-૦૬-૨૦૧૮ના રોજ બરાનપુરા વિસ્તારની શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ ધોરણ ૯ના વિદ્યાર્થીની હત્યા નીપજાવી હતી. આ વિદ્યાર્થી ઉપર તીક્ષ્ણ હથિયારના ૩૦થી વધુ ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. હત્યા કરનાર વિદ્યાર્થી વલસાડથી ઝડપાયો હતો. સમગ્ર મામલે નામદાર કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો છે. ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કેસમાં ૨૦ સાક્ષી અને ૪૨ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. હત્યા કરી ત્યારે આરોપીની ઉંમર ૧૬ વર્ષ હતી એટલે કે ત્યારે એ સગીર હતો. હાલ ૨૪ વર્ષની ઉંમરે આજીવન કેદની સજા થઈ છે.
આરોપી હવે ૨૪ વર્ષનો થયો
૨૨-૦૬-૨૦૧૮ના રોજ બરાનપુરા વિસ્તારની શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. શહેરના બરાનપુરા વિસ્તારની શાળામાં છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી. વર્ગ શિક્ષકે ઠપકો આપતા સ્કૂલમાં રજા પડાવવાના ઇરાદે છરીના ઘા મારી હત્યા કરી હતી. સમગ્ર મામલે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ૨૦ સાક્ષી અને ૪૨ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. જુવેનાઇલ બોર્ડે સગીર સામે પુખ્ત તરીકે કેસ ચલાવવા જણાવ્યું હતું. હત્યા કરી ત્યારે આરોપીની ઉંમર ૧૬ વર્ષ હતી હવે આરોપીને ૨૪ વર્ષની ઉંમરે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
બરાનપુરા વિસ્તારની શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. હોમવર્ક બાબતે શિક્ષકે ઠપકાર્યો હતો. તેના માતા-પિતા પણ પ્રિન્સીપાલ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસ પણ આવી હતી આ મુદ્દે સમાધાન થઈ ગયું હતું. જાકે વિદ્યાર્થી આ બનાવથી ખૂબ ક્રોધિત હતો અને શિક્ષક સામે તે કાંઈ કરી શકે તેમ નહિ હોવાથી સ્કૂલને બદનામ કરવાના ઇરાદે અને સ્કૂલ બંધ કરાવવા મર્ડરનો પ્લાન કર્યો હતો. દેવ ભગવાનદાસ તડવી નામનો વિદ્યાર્થી સીધો સાદો લાગતો હોવાથી આરોપી વિદ્યાર્થી તેને ખભે હાથ મૂકીને શાળાના ટોઇલેટમાં લઈ ગયો હતો. દેવે અંદર જવાનો ઇનકાર કરતાં ખેંચતાણ પણ થઈ હતી. આ સમયે બે વિદ્યાર્થી લઘુશંકા કરીને બહાર નીકળતાં આ માહોલ જાયો હતો. ત્યારબાદ દેવ પર ખચાખચ દસ જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સગીર વિદ્યાર્થીને બાળ રિમાન્ડ હોમમાં મુકાયો હતો.
હત્યા કરનારની સ્કૂલ બેગમાંથી ધારદાર છરો, મરચાનું પાણી, લોખંડના બે પંચ મળી આવ્યા હતા. સ્કૂલના પહેલા માળે લાગેલા સીસીટીવી પોલીસે ચેક કર્યા હતા, જેમાં પણ આરોપી દેવ સાથે બાથરૂમ તરફ લઈ જતો દેખાય છે. મૃતક દેવ ભગવાનદાસ તડવીના માતા-પિતા આણંદમાં રહીને મજૂરી કામ કરતા હતા. તે વડોદરામાં પોતાના મામાના ઘરે રહીને ભણતો હતો. તેના મામા રોનક ગોપાલભાઈ તડવીનું ઘર શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે રામનાથ મહાદેવ મંદિરવાળા ફળિયામાં છે. દેવ આ પહેલાં ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ધો.૮ સુધી ભણ્યો હતો. આ શાળામાં તેનું નવું એડમિશન હતું.








































