સમગ્ર દેશમાં આરએસએસની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વડિયા મંડલનું વિરાટ હિન્દુ સંમેલન સ્વામિનારાયણ દિવ્યધામના પટાંગણમાં યોજાયું હતું. સંમેલન દરમિયાન આરએસએસના વિપુલભાઈ જોશી અને આનંદસ્વરૂપ સ્વામીજી દ્વારા હિન્દુ ધર્મનો વિકાસ, સંસ્કૃતિનું જતન અને પર્યાવરણ જાગૃતિ અંગે આવનારી પેઢીને સંદેશો આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે દેશની રક્ષા કાજે ફરજ બજાવતા આર્મીના જવાનો અને તેમના પરિવારજનોને સન્માનિત કરી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.