લીલીયાના ગોઢાવદર ગામે પ્રોસેસિંગ યુનિટ, માહિતી અને પેકિંગ માર્કેટિંગ કેમ કરવું તે વિશે વિસ્તૃત માહિતી અને સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રફુલભાઈ સેજલીયા, વસંતભાઇ ભંડેરી, હિતેશભાઇ વોરા, બબાભાઇ વરુ, મનસુખભાઇ કયાડા, બાલુભાઇ ગઢીયા,ગોબરભાઇ બોરડ, યોગીતાબેન, પ્રવિણભાઈ આસોદરીયા સરપંચ સુડાવડ, આયોજક ભરતભાઈ નારોલા, રમેશભાઈ લુણીધાર, દેવચંદભાઇ સાવલીયા, કેવલભાઇ ગ્રામ સેવક અને પ્રગતિશીલ ખેડૂત ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને સારી ક્વોલિટીના સારા ભાવ કેમ મળે અને સારું ઉત્પાદન કેમ મળે તે અંગે માહિતી આપવામાં આવી હતી.




































