તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લાઠી તાલુકા શાળામાં યોજાયેલ ખેલ મહાકુંભ અંતર્ગત યોગાસન વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પાડરશીંગા કુમાર સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ડાભી કેવલ સંજયભાઈએ દ્વિતીય અને મકવાણા હર્ષ સંજયભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય સંગીતાબેન ડાભી, ભગીરથસિંહ ગોહિલ, દામનગર પે. સેન્ટરના આચાર્ય નરેશભાઈ ડોડીયા તથા ટી.પી.ઈ.ઓ. ગૌરાંગભાઈ, સરપંચે વિજેતા વિદ્યાર્થીઓ અને યોગ શિક્ષક કમલેશ કે. તરખાલાને અભિનંદન પાઠવ્યા હતા.