રાજુલાના છતડીયા ગામે ગોળ કુંડાળુ વળી જુગાર રમતાં ૧૧ ઝડપાયા હતા. છતડીયા ગામે શીતળામાંના મંદિરની પાસે ગામના ઝાપામાં આવેલા ખેતર તરફ જતા રસ્તામાં લેમ્પના અજવાળે જાહેરમાં જુગાર રમતાં ખોડુભાઇ પોપટભાઇ રાઠોડ, વિપુલભાઇ હંસરાજભાઇ ચૈહાણ, અશોકભાઇ માધાભાઇ વાઘેલા, ચેતનભાઇ કિશનભાઇ ચૈહાણ, વિજયભાઇ મધુભાઇ વાળા, ગૈતમભાઇ સુરેશભાઇ ચૈહાણ, ગાંગાભાઇ કાળુભાઇ ખાંભલા, હરેશભાઇ ભાભલુભાઇ વાળા, દર્શનભાઇ લાભશંકરભાઇ જાખરા, ખોડુભાઇ જોરૂભાઇ ડાભીયા, નાગજીભાઇ તેજાભાઇ ચાવડા જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા જુદા જુદા દરની નોટો મળી રોકડા રૂ.૧૯,૭૫૦ સાથે ઝડપાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી જે કાતરિયા વધુ તપાસ કરી રહ્યા છે.








































