બગસરાના ધારી રોડ પર આવેલી સ્વસ્તિક સ્કૂલ ખાતે શ્રી ખેડૂત કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયા વેગવંતી બની છે. મંડળીના ચેરમેન ભાવનાબેનના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કુલ ૨૮૦ ખેડૂતોને સંદેશા મોકલાયા હતા, જેમાંથી ૨૦૦ ખેડૂતોએ કેન્દ્ર પર આવી વેચાણ કર્યું છે. અત્યાર સુધીમાં કુલ ૬૫,૦૦૦ બોરી ચણાની આવક સાથે ખરીદી પ્રક્રિયા સુચારૂ રીતે ચાલી રહી છે.









































