અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. સિંહો હવે પરિવાર સાથે જંગલ વિસ્તાર છોડી રેવન્યૂ વિસ્તારમાં પણ આંટાફેરા મારતા હોવાથી જંગલ વિસ્તારને અડીને આવેલા ગામડાઓના લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો ઘણા વાહનચાલકોને સિંહદર્શનનો લાભ પણ મળે છે. બગસરા નજીક આવેલા હામાપુર ગામથી કાગદડી જવાના રસ્તે સિંહ પરિવાર જાવા મળ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ સિંહ બેલડી સામે બીજી એક સિંહ બેલડી આવી જતા થોડીવાર બંને વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. અત્રે નોંધનીય છે કે, હામાપુર વિસ્તારમાં સિંહોની સંખ્યા હોવાથી અનેક લોકો ગેરકાયદે સિંહદર્શન કરવા પણ આવી પહોંચે છે. હાલ તો હામાપુર-કાગદડી ગામ પાસે સિંહનું ટોળુ જાવા મળતા એક વાહનચાલકે આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.






































