અલ્ટ્રાટેક કંપની સંચાલિત નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે બાબરકોટ, મિતિયાળા અને બલાણા ગામોમાં ભવ્ય એનિમલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત બાયફ ટીમની નિષ્ણાત સેવાઓ દ્વારા કુલ ૧૭૬ ખેડૂતોના આશરે ૩૫૦૦થી વધુ પશુઓ જેવા કે ગાય, ભેંસ અને ઘેટા-બકરાને વિનામૂલ્યે તબીબી સારવાર, જરૂરી દવાઓ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.