ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા વિશાલ એપાર્ટમેન્ટ ખાતે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘વિશાલ એપાર્ટમેન્ટ કા રાજા’ ગણેશ મહોત્સવમાં મહિલા મંડળ દ્વારા ૫૬ ભોગના દિવ્ય દર્શન સાથે ૧૧૧ દીપમાળા સાથે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવિક ભક્તજનોએ દિવ્ય લાભ લીધો હતો.





































