શહેરના છેવાડે આવેલા નારી ચોકડી પાસે પેરોલ ફર્લો સ્ક્વાડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન એક આઇસર ટ્રકને ઝડપીને તપાસ કરતા તેમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. આ સાથે પોલીસે બે શખ્સોને પણ ઝડપી લીધા છે. જ્યારે કુલ નવ જેટલા શખ્સો સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ભાવનગર શહેરમાં પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે શહેરના છેવાડે આવેલા નારી ગામ પાસેના નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં રહેતા બાતમી વાળો આઇસર ટ્રક ધોલેરા તરફથી આવી રહ્યો હોવાને પગલે મળી આવતા તેની તપાસ કરતા લોખંડ અને લાકડાના સેન્ટીંગના સામાનની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પેરોલ ફર્લો સ્ક્વાડ ટીમ દ્વારા ધોલેરા તરફથી આવી રહેલા આઇસર ટ્રકના ચાલકને ઉભો રાખીને તેની પુછપરછ કરી ટ્‌ર્કની તપાસ કરતા તેમાંથી કુલ ૧૯,૪૪,૩૩૬ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જેથી ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર ફર્લો સ્ક્વાડની ટીમ દ્વારા આઇસરમાં સવાર ભરત ઉર્ફે પીન્ટુ શૈલેષભાઈ ભીલ છોટા ઉદેપુરનો રહેવાસી અને રાજુભાઈ ભીલ છોટા ઉદયપુરના રહેવાસીને ઝડપી લીધા હતા. જા કે આ ગુનામાં દારુ મંગાવનાર અને મેળવનાર મળીને કુલ નવ શખ્સ સામે ફરીયાદ નોંધવામાં આવી છે. જેમાં રાકેશ બારૈયા, રાજેશ રાઠવા, નિર્મલ ડાયરા, અમિત અરવિંદભાઈ ડોડીયા, અલ્પેશ ઓઘડભાઈ ડોડીયા, જારુ ગોબરભાઇ ડોડીયા અને શૈલેષ શાંતિભાઈ ભીલ નામના શખ્સોને ઝડપવાના બાકી છે. જા કે પોલીસે ટ્રક, દારૂ, બે મોબાઈલ મળી કુલ ૨૬,૫૪,૩૩૬ ના મુદ્દામાલ જપ્ત કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે. ભાવનગરના પીથલપુર ગામેથી દારૂ ઝડપાયો,એલસીબીએ ૨.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે