અમરેલી જિલ્લામાં ૯ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જેમાં એક મહિલા પણ હતી. પોલીસે કુલ મળીને ૩૯ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. દામનગરના ધામેલ ગામે મફતપરા વિસ્તારમાંથી એક મહિલા દેશી દારૂ બનાવવાના ૫૦ લીટર આથા સાથે ઝડપાઈ હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૩ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































