બગસરામાં સ્વ. જીવનલાલ પાનાચંદ વઢવાણા તથા સ્વ. લીલાવતીબેન જીવનલાલ વઢવાણાની સ્મૃતિમાં પરિવારજનો લલીતભાઈ જીવનલાલ વઢવાણા તેમજ પ્રદીપભાઈ અને પરાગભાઈ દ્વારા બ્રહ્મ ચોરાસી અને સાધુ ચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ભાવના સાથે યોજાયેલા આ પ્રસંગમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજના કારોબારી સભ્યો દ્વારા વઢવાણા પરિવારનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા આયોજિત આ સેવાકીય અને ધાર્મિક પ્રસંગને સમાજના આગેવાનો તથા ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો.








































