જાફરાબાદમાં રહેતા રવિભાઈ રમેશભાઈ બારૈયા (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમણે પોતાની યામાહા બાઇક ઘરના ર્પાકિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન કોઈ કારણોસર બાઇકમાં અચાનક આગ લાગતાં રૂ. ૧ લાખનું નુકસાન થયું હતું.આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. સી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































