જાફરાબાદના ત્રિકોણ બાગ નજીક આવેલી શિક્ષક સોસાયટીમાં જય અંબે મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત મંડળની બહેનોએ ભગવાન પુરુષોત્તમને પંચાવન નહિ પણ છપ્પન ભોગનો ભવ્ય અન્નકૂટ મનોરથ ધર્યો હતો. સોસાયટીની મહિલાઓ પોતાના ઘરેથી પ્રેમપૂર્વક વિવિધ વાનગીઓ બનાવીને લાવી હતી, જે ગોરમા અને પુરુષોત્તમ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.આ પવિત્ર પ્રસંગે મહિલાઓએ ભગવાનની મહાઆરતી ઉતારી હતી અને રાસ-ગરબાની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં આ મંડળ દ્વારા આવા સુંદર ધાર્મિક કાર્યોનું આયોજન થાય છે.પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિના આરે મહિલાઓએ હર્ષોલ્લાસ સાથે પ્રભુ આરાધના કરી ધન્યતા અનુભવી હતી.







































