સાવરકુંડલા શહેરમાં બે પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. રીઝવાનભાઇ મહમદભાઇ જાંખરા (ઉ.વ.૨૭) એ સાદિકભાઇ અયુબભાઇ ચૌહાણ, ઇમરાનભાઇ રસુલભાઇ ચૌહાણ, રાજુભાઇ ગોરી અને રસુલભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમજ તેના મિત્ર નમાઝ પઢીને મસ્જીદેથી ચાલીને પાનના ગલ્લે પહોંચ્યા ત્યારે સાદિકભાઈ ચૌહાણ ચાલીને નીકળ્યા હતા. તેમને તથા સાહેદની સામે જોતા હતા. જેથી સાહેદે કહેલ કે કેમ સામે જોછો તેમ કહેતા ઉશ્કેરાઇ જઈને તેમને તથા સાહેદને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. ખિસ્સામાંથી પંચ કાઢી સાહેદને મોઢાના ભાગે ડાબા ગાલ પર એક ઘા મારી સામાન્ય ઇજા કરી હતી. તેમજ તેમને જમણા ખભાના ભાગે એક ઘા માર્યો હતો.તેમને તથા સાહેદને જેમફાવે તેમ ગાળો દઇ શરીરે ઢીંકાપાટુનો મુંઢમાર મારી ચારેય જણાએ જતા જતા હવે અમારી સામા બોલશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. જે બાદ સાદિકભાઇ અયુબભાઇ ચૌહાણ (ઉ.વ.૧૯) એ ) હસનભાઇ કાસમભાઇ જીરૂકા, રિજવાનભાઇ મહમદભાઇ જાંખરા, ફરદીનભાઇ જીરૂકા તથા ફૈજાનભાઇ જાંખરા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ નમાજ પઢીને ચાલીને પોતાના ઘરે જતા હોય તે દરમિયાન હસનભાઈ જીરુકાએ તેને સાદ કરી પાસે બોલાવી તું કેમ અમારી સામે જો છો તેમ કરી જેમ ફાવે તેમ ગાળો દઇ ગળકી પકડી નીચે પછાડીને શરીરે ઢીંકાપાટુથી માર માર્યો હતો. અન્ય આરોપીઓએ તેમને ફટકાર્યો હતો. આ સમયેતેમને ત્યાં હાજર માણસોએ બચાવતા ઘરે જતા રહ્યા હતા ત્યારે સાહેદને છરી બતાવી કહેલ કે, હવે તમારૂ આવ્યુ છે. તમને મારી નાખીશુ તેમ કહી આજે તો તમે બચી ગયા છો હવે મળશો તો તમને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. બંને કેસની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઇ દેવજીભાઇ રાઠોડ કરી રહ્યા છે.









































