કોડીનાર શહેરમાં સત્ય સનાતન ધર્મ સંસ્થાન કોડીનાર શહેર મહિલા મંડળ દ્વારા આગામી તા. ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ભવ્ય શિવમહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ ૩૦ નવેમ્બરના રોજ બપોરે ૧ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરેથી નીકળનારી ભવ્ય કળશયાત્રાથી થશે. ડીજે, બેન્ડવાજા અને ઢોલ-નગારાં સાથે નીકળનારી યાત્રા જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. અહીં દરરોજ બપોરે ૨ઃ૩૦થી સાંજે ૫ઃ૩૦ કલાક સુધી કથાકાર ગોસ્વામી દિલીપભારથી શિવમહાપુરાણની કથા સંભળાવશે. નવ દિવસ દરમિયાન ભગવાન શિવના વિવિધ ધાર્મિક પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે. કથાના અંતે મહાઆરતી અને પ્રસાદનું આયોજન પણ કરાયું છે. આયોજકોએ ધર્મપ્રેમી ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.