ચલાલાના ગઢીયા પરિવારના આંગણે મીઠાપુર (ડુંગરી) ખાતે પૂજ્ય પા. ૧૦૮ દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય મનોરથ યોજાયો હતો. યમુનાજીના સામૈયા, લોટી ઉત્સવ, યમુના પાન, મહારાસ, કીર્તન અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ ઉત્સાહપૂર્વક ધર્મલાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.