બગસરાના અમરપરા એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા એક રહેણાક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગને પગલે મકાનમાં રાખવામાં આવેલા ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ બગસરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી.






























