અમરેલી સીટી પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા છ મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસની સર્વેલન્સ ટીમે કુલ રૂ.૧,૧૦,૮૪૮ની કિંમતના મોબાઇલ રિકવર કર્યા હતા. ભાવનગર રેન્જના આઈજી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમાર તથા સર્વેલન્સ ટીમે સફળ કામગીરી કરી હતી. આ કામગીરીથી અરજદારોને તેમના મોબાઇલ પરત મળ્યા હતા.

































