રાજકોટ શહેરની ૩૯૯ શાળા અને કોલેજોની ઇમારતો પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલથી શાળાઓ શરૂ થતાં જ ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરનાં ૮ ફાયર સ્ટેશનની ટીમો અલગ-અલગ શાળા અને કોલેજામાં તપાસ કરશે. જે સંસ્થાઓ પાસે ફાયર NOC નહીં હોય તેમને એનઓસી મેળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ સામે શાળા બંધ કરાવવા માટે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે.
શાળાઓ શરૂ થતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા તપાસ અભિયાન શરૂ કરવામાં આવશે. આ કામગીરી માટે ૮ ફાયર સ્ટેશનની ટીમો તહેનાત કરવામાં આવશે. ટીમો શાળા અને કોલેજાની ઇમારતોમાં ફાયર સેફ્ટી સંબંધિત વ્યવસ્થાઓની તપાસ કરશે અને ફાયર NOC અંગેની વિગતો મેળવશે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, જે શાળા-કોલેજા પાસે ફાયર એનઓસી નહીં હોય તેમણે ફરજિયાત રીતે એનઓસી મેળવવી પડશે. જો કોઈ સંસ્થા જરૂરી નિયમોનું પાલન નહીં કરતી હોય તો તેની સામે કાર્યવાહી માટે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે. જરૂર પડ્યે આવી સંસ્થાઓ બંધ કરાવવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.






































