બાબરા તાલુકાના ધુધરાળા ગામની બળાણી હાઈસ્કૂલ ખાતે ૨૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું પ્રથમ ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત ભારતરત્ન ડા. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. પ્રવિણભાઈ ધાખડાએ સમાજમાં એકતા, સંગઠન અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. યુવાનોને સામાજિક કાર્યોમાં આગળ આવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર સહિત આગેવાનો, યુવાનો, વડીલો અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઈ માંડણ, પ્રવિણભાઈ વાળા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. ભવિષ્યમાં પણ સમાજના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો યોજવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.







































