જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૨૬ નવેમ્બર, ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે. આઈ.સી. આઈ.સી. આઈ. બેંકમાં રિલેશનશિપ મેનેજર માટે ગ્રેજ્યુએશનમાં ૫૦ ટકા અને ૧૮થી ૨૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારોને રૂ.૨૫ હજાર પગારની તક મળશે. હોમ ફાઇનાન્સમાં આસિસ્ટન્ટ મેનેજર માટે એમ.બી.એ. અને ૨૨થી ૨૬ વર્ષની વય મર્યાદા જરૂરી છે, જેમાં રૂ.૩૩,૩૩૩ સુધી પગાર મળશે. એચ.ડી.એફ.સી. લાઈફમાં પણ વિવિધ જગ્યાઓ ભરાશે. ઉમેદવારોએ બાયોડેટા, આધારકાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટા અને અનુભવના પ્રમાણપત્રો સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો.