સાવરકુંડલાના પિયાવા ગામે એક ખેડૂતને લેન્ડગ્રેબિંગની ફરિયાદ મુદ્દે જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. કાળુભાઈ હરજીભાઈ ઉચદડીયા (ઉં.વ.૬૪)એ જગુભાઈ દેવાયતભાઈ ભુવા તથા શિવરાજભાઈ જગુભાઈ ભુવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીઓ વિરુદ્ધ સાવરકુંડલા પ્રાંત કચેરીમાં લેન્ડગ્રેબિંગની અરજી કરી હતી. જેની મુદત માટે તેઓ તથા તેમનો ભત્રીજો સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે ગયા હતા. ત્યાં બંને આરોપીઓએ આવીને જેમ ફાવે તેમ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. જગુભાઈ લાકડાની પટ્ટી લઈ તેમને મારવા દોડ્‌યા હતા અને શિવરાજભાઈએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.