સાવરકુંડલાના જાબાળ ગામે બોલેરોની ટક્કરથી એકનું મોત થયું હતું. બનાવ અંગે રૂકમાબેન અજયભાઈ નીનામા (ઉં.વ.૨૩)એ બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાની બોલેરો ગાડી બેકાળજીપૂર્વક અને ગફલતભરી રીતે, માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી તેમના દીકરા સાથે ભટકાવી દઈ તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.એમ. અગ્રાવત વધુ તપાસ કરી રહ્યા છે.