લાઠીના મતીરાળા ગામે રહેતા પ્રદીપભાઈ હિંમતભાઈ ડોડીયા (ઉં.વ. ૩૭) એ જાહેર કર્યા મુજબ, તેમનો દીકરો દક્ષ તા. ૨૩/૧૧/૨૬ ના બપોરના દોઢેક વાગ્યાના સમયે દુધાળા-અકાળા ગામની સીમમાં આવેલા તળાવના પાણીમાં ડૂબી રહ્યો હતો. તેને બચાવવા માટે પ્રદીપભાઈના નાના ભાઈ તળાવના પાણીમાં કૂદતાં, ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર (દક્ષ) ને બચાવી લઈ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































